Breaking News : સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડીમોલેશન રાજકોટના જંગલેશ્વરમાં શરુ, જુઓ વીડિયો

રાજકોટમાં આજે વહેલી સવારથી ડિમોલેશન શરૂ કરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંદાજે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાશે,પીજીવીસીએલ,RMC અને પોલીસની ટીમ તૈનાત છે.મનપાના ઇતિહાસનું આ સૌથી મોટુ જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન છે.

| Edited By: | Updated on: Feb 23, 2026 | 11:59 AM

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાશે,જંગલેશ્વર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.કુલ 7 ઝોનમાં કામગીરી હાથ ધરાવામાં આવી છે. પોલીસ દ્વારા શંક્સ્પદ અને તોફાની તત્વોને અગાઉથી જ ડિટેઇન કરવામાં આવ્યા છે. અનેક આસામીઓએ અગાઉથી જ પોતાના મકાનો ખાલી કર્યાં છે.

પીજીવીસીએલ, RMC અને પોલીસની ટીમ તૈનાત

રાજકોટ-જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન થતાં પહેલા આ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું હતુ.જોઇન્ટ પોલીસ કમિશનર,બે ડીસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોવા મળ્યો હતો.ડિમોલેશનની કામગીરી બે દિવસ ચાલે તેવી શક્યતા છે.લોકોનો સહકાર મળી રહ્યો છે અને ટીપીના રોડ પર દબાણ દૂર થયાં બાદ જલ્દી આ રોડ તૈયાર કરવામાં આવશે.પીજીવીસીએલ,RMC અને પોલીસની ટીમ તૈનાત છે.

ડિમોલેશન અંગે સોશિયલ મિડીયામાં અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે, સોશિયલ મિડીયામાં આપત્તિજનક ટિપ્પણી અને ખોટી અફવા ન ફેલાવવા પોલીસે અપીલ કરી હતી.રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત મોનિટરીંગ હાથ ધરાશે.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

મનપાનું માઇક્રો પ્લાનિંગ

દરેક ઝોનમાં વર્ગ-1 અધિકારી, ટેક્નિકલ સ્ટાફ,સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.64 થી વધુ જીસીબી,90 ટ્રેક્ટર,7 હિટાચી,50 બ્રેકર 42 ગેસ કટર, અને 14 ડમ્પર સહિત 260 થી વધુ મશીનો સાથે મનપાનું માઇક્રો પ્લાનિંગ છે.મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ તૈયાર કરી દરેક ઝોન માંથી કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.25 ડ્રોન કેમેરા અને ત્રીસ વોકીટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.1130થી વધુ સ્ટાફ તથા 1500 જેટલા પોલીસ જવાનો તૈનાત છે.

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.