રાજકોટ જનાના હોસ્પિટલના નિર્માણમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના અંધેર વહીટનો પર્દાફાશ, રિફ્યુઝ એરિયા મુકવાનુ જ ભૂલી ગયુ તંત્ર- વીડિયો

રાજકોટ જનાના હોસ્પિટલના નિર્માણમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના અંધેર વહીટનો પર્દાફાશ, રિફ્યુઝ એરિયા મુકવાનુ જ ભૂલી ગયુ તંત્ર- વીડિયો

| Edited By: | Updated on: Dec 08, 2023 | 12:01 AM

રાજકોટ જનાના હોસ્પિટલના નિર્માણમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના અંધેર વહીટનો પર્દાફાશ, રિફ્યુઝ એરિયા મુકવાનુ જ ભૂલી ગયુ તંત્ર- વીડિયો

રાજકોટની નિર્માણાધીન જનાના હોસ્પિટલના બાંધકામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે રિફ્યુઝ એરિયા મુકવાનો જ રહી ગયુ. બાદમાં ભૂલ ધ્યાને આવતા હવે ચોથા માળે ભાંગતોડ કરી ફરી રિફ્યુઝ એરિયા મુકવાની કવાયત શરૂ કરી છે.

રાજકોટની જનાના હોસ્પિટલના નિર્માણમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના અંધેર વહીવટનો પર્દાફાશ થયો છે. નિર્માણાધીન જનાના હોસ્પિટલના બાંધકામમાં મોટી ભૂલનો ખુલાસો થયો છે. કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ગંભીર ભૂલ ગણો કે પછી બેદરકારી પરંતુ જનાના હોસ્પિટલમાં રિફયુઝ એરિયા મુકવાનું જ તંત્ર ભૂલી ગયું. હોસ્પિટલના ઉદ્ધાટન પહેલા જ સામે આવેલી ભૂલને ઢાંકવા હવે વહીવટી તંત્ર દોડતું થયું છે. હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે રિફ્યુઝ એરિયા જ ભૂલાઇ ગયો હોવાથી ફાયર વિભાગે NOC આપવાનું ટાળ્યું. જેના પગલે હવે પોતાનું પાપ છૂપાવવા અધિકારીઓ મરણીયા બન્યા છે. હવે ચોથા માળે ફરી ભાંગતોડ કરવામાં આવશે અને રિફ્યુઝ એરિયા મુકવામાં આવશે.

આ પણ વાંચો: મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનના આંકડાનું કૌભાંડ આવ્યુ સામે, સરકાર સમક્ષ રજૂ કરાયો ખોટા આંકડાનો રિપોર્ટ- વીડિયો

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના પ્લાન અને નકશામાં ભૂલને પગલે સરકારને વધારાનો ખર્ચો વેઠવો પડશે. એટલે કે પ્રજાના પૈસાનું અહીં પાણી થશે. રિફયુઝ એરિયામાં તંત્ર હવે લોખંડની પ્લેટ મુકવાનો નિર્ણય કરી રહ્યું છે. જેના પગલે રૂ.35થી 40 લાખનો વધારાનો ખર્ચો કરવો પડશે. આમ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ભૂલથી સરકારને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 08, 2023 12:01 AM