ધો-10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થતા ખળભળાટ, તપાસના આદેશ અપાયા
જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર બાદ હવે ધોરણ 10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે. જેને લઈ શિક્ષણ બોર્ડે તપાસનો આદેશ કર્યો છે. બોર્ડના સચિવ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ કર્યો છે.
રાજ્યમાં પેપર લીકનો (Paper leak)સિલસિલો થોભવાનું નામ નથી લઈ રહ્યો, જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર બાદ હવે ધોરણ 10-12ની (Standard 10-12) પ્રીલિમિનરી પરીક્ષાનું (Preliminary examination) પેપર લીક થયું છે. જેને લઈ શિક્ષણ બોર્ડે તપાસનો આદેશ કર્યો છે. બોર્ડના સચિવ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ કર્યો છે. પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટ્યુબ પર પેપર લીક થઈ ગયું છે. યુટ્યુબ પર આખુ પેપર સોલ્વ કરાવતો વીડિયો અપલોડ થયો છે. આ પેપર નવનીત પ્રકાશનમાં છપાયેલા છે. પેપર લીક ન થાય તે નવનીત પ્રકાશનની જવાબદારી બને છે. જેને પગલે નવનીત પ્રકાશને શાળા સંચાલકોને પત્ર લખ્યો છે. નવનીત પ્રકાશને પરીક્ષાના પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવી રાખવા માટે વિનંતી કરી છે. સાથે જ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ વાત કરી છે. અમદાવાદમાંથી જ પેપર લીક થયું હોવાની આશંકા છે.
આ મામલે શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે કહ્યું છે કે રાજ્યની માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પ્રીલિમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો સ્કૂલમાંથી જ કાઢીને પરીક્ષા લેવાની સૂચના અપાઇ છે, જેથી પ્રીલિમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો જે-તે શાળાઓએ કાઢીને પરીક્ષા યોજવાની રહે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રીલિમનરી પરીક્ષા માટેના પ્રશ્નપત્ર અપાયેલા નથી છતાં પેપર લીક થવાની ઘટના અંગે અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણાધિકારીઓને તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ ઘટના સાથે સંકળાયેલાં તત્ત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Surat : કોલસાના ભાવમાં થઇ રહેલા વધારાથી કંટાળીને હવે ડાઇંગ મિલો સોલાર એનર્જી તરફ વળશે
આ પણ વાંચો : વતન વાપસી : સુરતના 70 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, ફ્લાઈટનું ભાડું 3 ગણું વધ્યું