Rajkot: મેળામાં મહાલ્યા રાજકોટવાસીઓ, પ્રથમ દિવસે 50 હજાર સહેલાણીઓ ઉમટ્યા, જુઓ મેળાની રંગત

|

Aug 18, 2022 | 10:40 PM

રાજકોટમાં (Rajkot) જન્માષ્ટમીના લોકમેળામાં આજે પ્રથમ દિવસે જ 50, 000 લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની રોનક માણી હતી. લોકમેળામાં મોતના કૂવામાં જોખમી સ્ટંટ કરતા યુવક યુવતીઓેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15-20 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

રાજકોટમાં (Rajkot) પરંપરાગત લોકમેળાનો (lokmelo) રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે. પ્રથમ દિવસે 50 હજાર જેટલા લોકોએ મેળાની મજા માણી હતી અને આગામી પાંચ દિવસ દરમિયાન 3 લાખથી વધુ લોકો લોકમેળાની મુલાકાત લે તેવી શક્યતા છે. રાજકોટમાં (Rajkot) જન્માષ્ટમીના લોકમેળામાં આજે પ્રથમ દિવસે જ 50, 000 લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની રોનક માણી હતી. લોકમેળામાં મોતના કૂવામાં જોખમી સ્ટંટ કરતા યુવક યુવતીઓેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15-20 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મેળામાં સ્ટંટ કરતી વખતે તેઓ ભગવાનને યાદ કરતા હોય છે. રૂ. 15 હજારના મહેનતાણા માટે તેઓ પોતાની જીંદગી જોખમમાં મૂકે છે.

ગઈકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખૂલ્લો મૂક્યો હતો મેળો

રાજકોટમાં ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે સાંજે 5: 30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) લોકમેળાને ખુલ્લો મૂક્યો હતો. આ મેળો 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લોકમેળાને લઈને પોલીસ કમિશનર દ્વારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા છે. આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ, PGVCL, મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે. આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે. સાંજે 5: 30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકમેળાને ખુલ્લો મૂકશે. 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લોકમેળાને લઈને પોલીસ કમિશનર દ્રારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા છે. આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ,PGVCL,મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે. આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.

Next Video