રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને માર મારવાના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં તપાસ કમિટીએ 4 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સૂરજ નરોડિયા, નદન ગામી, તેજપાલ વાળા તેમજ પૂર્વ ભેસદડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ છે. એક અઠવાડિયા પહેલા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો હતો.
આરોપી વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના ફ્રી-શિપ કાર્ડ સહિત જ્ઞાતિના મુદ્દે વિવિધ મજાક ઉડાવતા હતા. તેમજ ફ્રી-શિપ કાર્ડ વિના કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની અભ્યાસ કરવાની હેસિયત ન હોવાનું કહેતા હતા. સાથે જ જ્ઞાતિ વિશે વિવિધ વાતો કહી કહીને હડધૂત કરતા હતા. હાલ આ 4 વિદ્યાર્થી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી સમગ્ર કેસની તપાસ ચાલુ કરવામાં આવી છે.
તો બીજી તરફ મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું કે, કોલેજ બહાર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. પરંતુ ચારેય વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો યુનિવર્સિટી શિક્ષાત્મક પગલાં લઈ શકે છે.
ભારતની આઝાદીના સમય પહેલા અહી રેગિંગે પગ પેસારો કરી દીધો હતો. સૌથી પહેલા અંગ્રેજી માધ્યમોના સંસ્થાનોમાં રેગિંગનું ચલણ શરૂ થયું હતું. પરંતુ તે માત્ર નવા વિદ્યાર્થીઓના પરિચય પૂરતું સીમિત હતું અને પછી સમય જતાં વિદ્યાર્થીઓ એક બીજા સાથે હળી-મળી જતાં હતા.
વિદ્યાર્થીઓના પરિચયથી શરૂ થતી રેગિંગએ 90ના દાયકામાં ભારતમાં પણ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જો આંકડાઓનું માનવમાં આવે તો 1997માં તામિલનાડુમાં સૌથી વધુ રેગિંગના મામલાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2001માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો