રાજકોટ ના કરોડોનો આધુનિક બસ પોર્ટ અસમાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. આ અંગેનો વિસ્તૃત અહેવાલ મીડિયામાં આવ્યા બાદ બસ પોર્ટ એજન્સી દ્વારા હવે નિર્માણાધીન જે વિસ્તારને બતાવવામાં આવી રહ્યો છે. તે વિસ્તારના રસ્તાઓને પતરાની આડશો લગાવીને બંધ કરી દેવામાં આવી છે. આમ હવે નિર્માણ વિસ્તાર હવે ખંડેરમાં બદલાશે એવી સંભાવનાઓ વધી ગઈ છે. જ્યાં અસામાજીક તત્વોનો અડ્ડો દારુ પાર્ટીઓ કરી રહ્યો હતો એ જગ્યાએ મલ્ટીપ્લેક્ષ થિયેટર નિર્માણ કરવાનુ હતુ. જેના બદલે તે ખંડેર જેવી સ્થિતિમાં પડી રહ્યુ છે. જેનો ઉપયોગ દારુડીયા લોકો દારુ પિવા અને પાર્ટી કરવાના સ્થળ તરીકે ઉપયોગ કરી રહ્યા હતા.
આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા જ હવે એસટી તંત્ર અને નિર્માણ એજન્સી હરકતમાં આવી છે. બસ પોર્ટના સૌથી ઉપરના મજલે જવાના રસ્તાઓ-સીડીઓ પર આડશ પતરાની લગાડવામાં આવ્યા છે. આમ હવે દારુ પિનારાઓ ઉપરના માળે નહી જઈ શકે એમ માની લઈ હાશકારો લીધો હોય એમ લાગે છે. બીજી તરફ સીસીટીવી અહીં લાગેલા હોવાનો ભીંત પર લખાણ છે, તો એજન્સી કે એસટી વિભાગ દ્વારા ફુટેજ આધારે કેમ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા પણ સવાલો થઈ રહ્યા છે. લાગતા વળગતા હોવાને લઈ આ પોલીસ કાર્યવાહી કરાતી નથી એવા પણ સવાલ એસટી અને એજન્સી સામે થઈ રહ્યા છે.