Rajkot : ઉપલેટામાં મોજ નદીના પૂરે તબાહી સર્જી, ખેડૂતોની સર્વે કરી સહાય આપવાની માંગ

Rajkot : ઉપલેટામાં મોજ નદીના પૂરે તબાહી સર્જી, ખેડૂતોની સર્વે કરી સહાય આપવાની માંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:57 AM

ઉપલેટામાં મોજ નદીના પૂરથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાક ધોવાયા છે. જેના પગલે હવે ખેડૂતો નુકશાનનો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને સહાય ચૂકવવા માંગ કરી રહ્યા છે.

ગુજરાત(Gujarat) માં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના(Rain) પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજકોટ(Rajkot)  જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીના ડૂબી ગયા અને પાકને પણ નુકશાન થયું છે. જેમાં રાજકોટના ઉપલેટામાં ખેતરોમાં પૂરનાં પાણી ઘૂસી જતાં પાકનું ધોવાણ થયું છે.

તેમાં પણ મોજ નદીના પૂરથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાક ધોવાયા છે. જેના પગલે હવે ખેડૂતો નુકશાનનો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને સહાય ચૂકવવા માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદના પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ હતી અને અનેક ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. જ્યારે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ તરફ જતો મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો.

તેમજ મોજ ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી ગાંડીતૂર બની હતી. મોજ નદીના પ્રવાહને લઇને કોઝવે બંધ થયો.સતત બે દિવસ સુધી ગઢાળા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગઢાળાથી ઉપલેટા, ખાખી જાડિયા, ભાયાવદર તરફ જવામાં લોકોને હાલાકી પડી હતી. સ્થાનિકોએ અનેક વખત કોઝવેને ઉંચો લેવા માટે તંત્રને રજૂઆત કરી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. તેમજ મોજ નદીના પાણી ખેતરોમાં ભરાતા ઉભા પાકન નુકશાન પણ થયું છે.

આ પણ વાંચો : Surat માં પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, રાત્રીથી જ રેલ્વે સ્ટેશન રસીકરણ શરૂ કરાયું

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન કરશે પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, 71 હજાર વૃક્ષો વાવી નમો વન બનાવાશે

g clip-path="url(#clip0_868_265)">