Gujarati Video: રાજકોટમાં વકર્યો રોગચાળો, 6 દિવસમાં શરદી-ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ઝાડા-ઉલટીના 206 કેસ
કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદ છે કે કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. તો બીજી તરફ રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રોગચાળો કાબૂમાં લેવા કામગીરી હાથ ધરાઈ છે.
Rajkot : ચોમાસામાં (Monsoon 2023) વરસાદની જોરદાર જમાવટ બાદ રાજકોટ શહેરમાં રોગચાળો (Disease) વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 6 દિવસમાં શરદી-ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ઝાડા-ઉલટીના 206 જેટલા દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 1 મહિનામાં નોંધાયેલા કેસની વાત કરીએ તો ડેન્ગ્યૂના 30, મેલેરિયાના 12, ચિકનગુનિયાના 5, શરદી-ઉધરસના 9 હજાર 177, સામાન્ય તાવના 1 હજાર 209 ઝાડા-ઊલટીના 2 હજાર 943 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- ભાવનગરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, ફરી ફરસાણમાંથી નીકળી જીવાત, જુઓ Video
રોગચાળો કાબુમાં લેવા તંત્ર એક્શનમાં
રાજકોટના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તેમજ ગંદકી પણ વધી રહી છે. જેના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદ છે કે કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. તો બીજી તરફ રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા ફોગીંગ, પોરાનાશક દવાનો છંટકાવ અને સર્વે સહિતના કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો