Rajkot: રાજકોટમાં ધોધમાર વરસાદનું આગમન, 150 ફુટ રીંગ રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા રોડ પર વરસાદી પાણી ભરાયા, જુઓ Video
Rajkot Rainfall: રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજકોટમાં રવિવારે એકા એક જ હવામાન બદલાયુ હતુ અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યા હતા. વરસાદને લઈ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિક વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા.
રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજકોટમાં રવિવારે એકા એક જ હવામાન બદલાયુ હતુ અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યા હતા. વરસાદને લઈ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિક વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર બાયપાસ માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, અકસ્માતો સર્જાતા હોવાને લઈ સર્કલ બનાવવા કરી માંગ, જુઓ Video
યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, 150 ફુટ રીંગ રોડ, ઈન્દીરા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારોમાં વરસાદને લઈ પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરની નજીક આવેલા લોધીકા અને ખાના મેટોડા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.રાજકોટમાં વનડે ક્રિકેટ મેચ રમાનારી છે, જેના માટે પૂરજોશમાં તૈયારીઓ કરાઈ છે અને રાજકોટમાં વરસાદી વાતાવરણના માહોલથી ક્રિકેટ રસિકોમાં પણ ચિંતા છવાઈ ગઈ છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાનારી છે.