Rajkot: રાજકોટ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા બન્યા તળાવ, જુઓ Exclusive વીડિયો

| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:59 PM

રાજકોટ (Rajkot) શહેરમાં વરસાદને પગલે  જામનગર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોના રસ્તા પર પાણી વહેવા માંડયા હતા. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમણે આશા સેવી હતી કે કપાસ અને મગફળી સહિતના ખેત પાકોનો ફાયદો થશે.

રાજકોટમાં (Rajkot)ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી હતી અને લોધિકાના (Lodhika)તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લોધીકા તાલુકાના ખીરસરા, મોટાવડા, દેવળા, વાજડી વડ, રાતૈયા વાગુદડ બાલસર મેટોડા સહીતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. તો રાજકોટ (Rajkot)શહેરમાં વરસાદને પગલે  જામનગર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોના રસ્તા પર પાણી વહેવા માંડયા હતા. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમણે આશા સેવી હતી કે કપાસ અને મગફળી સહિતના ખેત પાકોનો ફાયદો થશે.

રાજકોટના જામકંડોરણાનો ફોફળ ડેમ-1 ઓવરફ્લો થવાની તૈયારી છે હાલ ડેમની સપાટી 25 ફૂટ ઉપર પહોંચી છે. ત્યારે ડેમ નજીકના દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડી ગામને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણાનો ફોફળ-1 અને ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જયારે ભાદર-1, ભાદર-2 ડેમ સહિતના ડેમોમાં પાણીની ભારે આવક થઈ છે. ભાદર ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોવાથી ડેમની નીચે આવેલા 37 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં  વરસાદને પગલે  વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા  લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી હતી. શરુઆતના સમયમાં જ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર ઉતરી ચુકી છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી  છે. ત્યારે સતત વરસાદથી સૌરાષ્ટ્રના નદી-નાળાઓ છલકાયા છે. ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. જેના પગલે ખેડૂતોને સિંચાઇ માટે મોટી રાહત થઇ છે. ગામડાઓના ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે. જેના પગલે ખેડૂતોને આ વર્ષે ખેતરમાં સારો પાક ઉતરવાની આશા બંધાઇ છે.

Published on: Jul 10, 2022 04:26 PM