AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon 2022 : રાજ્યમાં 228 તાલુકામાં થઇ મેઘમહેર, રાજકોટના જામકંડોરણામાં 8 ઈંચથી વધારે વરસાદ

Gujarat Monsoon 2022 : રાજ્યમાં 228 તાલુકામાં થઇ મેઘમહેર, રાજકોટના જામકંડોરણામાં 8 ઈંચથી વધારે વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 9:13 AM
Share

આખા ગુજરાતમાં (Gujarat) 228 તાલુકામાં મેઘમહેર થઇ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે.

નૈઋત્યનું ચોમાસું (Monsoon 2022) આખા ગુજરાતને (Gujarat) ઘમરોળી રહ્યું છે. હવામાન વિભાગની (Meteorological Department) ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આખા ગુજરાતમાં 228 તાલુકામાં મેઘમહેર થઇ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છમાં પણ સારો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 8 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જેના પગલે રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ છે.

રાજ્યના 228 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 20 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કપરાડામાં 8 ઈંચ, વાપીમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થઇ છે. દમણ ગંગા નદીમાં 22 હજાર ક્યુસેક પાણી છોડાયુ છે. જેના પગલે તંત્ર સતર્ક બન્યુ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 7.02 MCFT પાણીની આવક થઇ છે.જામકંડોરણાનો ફોફળ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. તો ભાદર-2 ડેમ થઇ શકે છે ઓવરફ્લો, 37 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ વરસશે

રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ 10મી જુલાઇ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડશે. અતિભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ સહિત અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસશે. આ સિવાય ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ સારો વરસાદ પડશે. જોકે ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. મહત્વપૂર્ણ છેકે દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">