Rajkot : વરસાદને પગલે નદી-નાળા છલકાયા, ખીરસરાની નદીમાં આવ્યુ ઘોડાપૂર, જુઓ VIDEO

| Edited By: | Updated on: Aug 17, 2022 | 12:38 PM

રાજકોટમાં જેતપુર તાલુકાના (Jetpur) ખીરસરા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.જેના કારણે ખીરસરાથી વાડસડા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં (Gujarat) ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનું (IMD) આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં (Saurashtra)  વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ (heavy rain) થઈ રહ્યો છે. રાજકોટમાં જેતપુર તાલુકાના (Jetpur) ખીરસરા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જેના કારણે ખીરસરાથી વાડસડા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

જામનગરમાં જામ્યો વરસાદી માહોલ

જામનગરના કાલાવડના (Kalavad) ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ (heavy rain) જામ્યો છે.નવાગામ, જાલણસર, જામવાડી સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ વરસાદ થતા ખેડૂતોમાં (Farmer) ખૂશીની લહેર જોવા મળી રહી છે.તો ભારે વરસાદને પગલે નવાગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય

આગામી 48 કલાક હજુ પણ ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે.બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.