Big Breaking: રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનના મોતની પુષ્ટિ, DNA થયા મેચ

|

May 28, 2024 | 8:51 PM

રાજકોટ અગ્નિકાંડમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. હાલમાં આ સૌથી મોટા સમાચાર કહી શકાય કારણ કે અગ્નિકાંડના આરોપીને પકડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ ગેમ ઝોનના 60 ટકાના ભાગીદાર પ્રકાશ હિરનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ ગેમઝોનના સૌથી મોટો ભાગીદાર પ્રકાશ હિરનનું મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગાંધીનગર મોકલાયેલા DNA મેચ થયું છે. જેમાં મહત્વના ખુલાસા થયા છે.

ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે પ્રકાશ હિરન આમ તેમ દોડી રહ્યો હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. જોકે અગ્નિકાંડ બાદ પ્રકાશ પરિવારને નહીં મળતા તેનું મોત થયું હોવાનો પરિવારે દાવો કર્યો હતો અને DNA સેમ્પલ લેવાંઅ આવ્યા હતા. ગાંધીનગર મોકલવામાં આવેલા આ સેમ્પલમાં પ્રકાશ હિરનનું DNA મેચ થયું છે. જેથી તેના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

આ સમગ્ર ઘટના ક્રમમાં 6 લોકો સામે નામજોગ દરિયાદ દાખલ કરવામાં આવી જેમાંથી 3 લોકો અગાઉ જ પોલીસ હાથે ઝડપાયા હતા. આ બાદ વધુ એક આરોપી ધવલ ઠક્કર ઝડપાયો છે.

ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરને આબુરોડથી LCBએ ઝડપી પાડ્યો છે. આરોપી ધવલ ઠક્કરને એલસીબી રાજકોટ પોલીસને હવાલે કરશે. અને હવે 60 ટકાનો ભાગીદાર પ્રકાશ હિરનના મોતની ખબર સામે આવી છે.

Published On - 8:50 pm, Tue, 28 May 24

Next Video