ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતને લઇને ઉભો થયો આ વિવાદ

આદિવાસી સમાજના લોકોને નાગરિકો તરીકે દર્શાવવાને બદલે ઈસમો તરીકે દર્શાવતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજને સતત અન્યાય કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:15 PM

ગુજરાત(Gujarat) આદિજાતિ વિકાસ કોર્પોરેશનની(Tribal Development Corporation)જાહેરાતને લઇ વિવાદ(Controversy) થયો છે. જેમાં કોર્પોરેશન દ્વારા આદિવાસી સમાજની વિવિધ યોજનાઓની જાહેરાતમાં આદિવાસી સમાજના લોકોને ઈસમો તરીકે દર્શાવાતા વિવાદ થયો છે. આદિવાસી સમાજના લોકોને નાગરિકો તરીકે દર્શાવવાને બદલે ઈસમો તરીકે દર્શાવતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજને સતત અન્યાય કરી રહી છે.આદિવાસી સમાજની ઓળખ ભૂંસવાનું કામ ભાજપ કરી રહી છે. તેમજ આદિજાતિ વિકાસ કોર્પોરેશનના પદાધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માગ કરી છે. અને ભાજપને આ અંગે આદિવાસી સમાજની માફી માંગવા કહ્યું છે.અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણને અધિકાર છીનવવામાં આવ્યા. આદિવાસી સમાજના બાળકો સૌથી વધુ કુપોષીત અને મહિલાઓ પણ મોટા પાયે કુપોષણનો ભોગ બની રહી છે.

મધ્યાહન ભોજના યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સંજીવની દુધ યોજના લાંબા સમયથી બંધ હોવાથી આદિવાસી સમાજના બાળકોને મોટી મુશ્કેલી પડી રહી છે. મનરેગા યોજનાના નામે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ કરીને રોજગારનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે.

વનબંધુ યોજનાના નામે કરોડો રૂપિયા ભાજપાના નેતાઓ – મળતીયાઓ સગેવગે કરી રહ્યાં છે. જંગલની જમીનના અધિકાર આપવામાં ભાજપા સરકાર આદિવાસી સમાજને લાંબા સમય સુધી અન્યાય કર્યો. આદિવાસી – આદિજાતી કલ્યાણના સબપ્લાનના નાણાં અન્ય જગ્યાએ – અન્ય હેતુ માટે ખર્ચીને આદિવાસી પરિવારોને અનેક યોજનાથી વંચિત રાખ્યા છે.

આ પણ વાંચો : Vadodara : કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટ, આરોગ્ય સુવિધાઓ અપગ્રેડ કરાઇ

આ પણ વાંચો : BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">