રાજકોટમાં રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વાયરલ તાવના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ ઉભરાવવા લાગી છે. હાલમાં મિશ્ર ઋતુ હાલમાં અનુભવાઈ રહી છે, આ દરમિયાન રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઉભરાઈ રહ્યા છે. સોમવારે પણ દર્દીઓની ભીડ ઉભરાતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સિવિલમાં રોજના 200 થી વધારે વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓ આવી રહ્યા છે. જે રીતે દર્દીઓની કતારો જામી રહી છે, તેના કારણે દર્દીઓના માટે કેસ બારીઓ પણ ઓછી પડતા વધુ બે હંગામી કેસ બારી માટેના કાઉન્ટર બહારની સાઈડમાં ખોલવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મચ્છર જન્ય રોગચાળો ના ફેલાય એ માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે ફોગીંગ પણ સતત કરવામા આવી રહ્યુ છે.
Published On - 4:50 pm, Mon, 2 October 23