Rajkot : બેદરકારી ભારે પડી ! કલરવ હોસ્પિટલના તબીબને ફટકારવામાં આવ્યો લાખો રૂપિયાનો દંડ

|

Feb 24, 2023 | 5:07 PM

મેડિકલ ચૂકના કારણે બે બાળકોને જન્મતાની સાથે જ અંધાપો આવ્યો હતો. મહત્વનું છે કે, રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને આ આદેશ આપ્યો છે.

રાજકોટની કલરવ હોસ્પિટલના તબીબને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. મેડિકલ ચૂકના કારણે બે બાળકોને જન્મતાની સાથે જ અંધાપો આવ્યો હતો. મહત્વનું છે કે, રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને આ આદેશ આપ્યો છે. પ્રતિ બાળક તેમના વાલીઓને 12-12 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

એટલુ જ નહીં 60 દિવસમાં જ તબીબ પ્રિતેશ પંડ્યાએ વળતર ચૂકવવુ પડશે. ઉપરાંત જો વળતર ચૂકવવામાં મોડુ થાય તો 1 મે 2023 થી 12 ટકા લેખે વ્યાજની પણ ચૂકવણી કરવી પડશે. આપને જણાવી દઈએ કે, 2013 માં રાજેશ કોટકના પત્ની બિનાએ જોડિયા બાળકને જન્મ આપ્યો હતો.

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને આપ્યો આદેશ

થોડા દિવસો અગાઉ ફેફસાંની પાછળના ભાગમાં થયેલી ગાંઠને દૂર કરવા કરવામાં આવેલી સર્જરીને લઈ બેદરકારી દાખવવા બદલ તબીબને રૂપિયા 26 લાખનો દંડ થયો હતો. તબીબ દ્વારા સર્જરી કરવામાં આવ્યા બાદ યુવતિ કોમામાં સરી પડી હતી અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતુ.

સરખેજમાં રહેતી 22 વર્ષીય નેહલ ફેફસાંના પાછળના ભાગે ગાંઠની સર્જરી કરાવી હતી. આ સંજોગોમાં તબીબની બેદરકારીને લીધે તેનું મોત નિપડ્યું હતુ. સર્જરી થઈ તે તબક્કે હોસ્પિટલમા પ્લાનિંગ જેવી કોઈ જ સુવિધા ન હતી, ઓક્સિજન સિલિન્ડર ,વેન્ટિલેટર સિસ્ટમ વગેરેનો પણ અભાવ હતો. સર્જરી દરમિયાન લોહી નિકળવાનું બંધ થતુ ન હતુ.જેને કારણે તેનુ મોત નિપજ્યુ હતુ.

Published On - 4:50 pm, Fri, 24 February 23

Next Video