રાજકોટ જિલ્લાના ધોરાજીના(Dhoraji) રામપરા વિસ્તારમાં ધારાસભ્ય લલિત વસોયાના(Lalit Vasoya) પોસ્ટર્સ લાગ્યા છે..આ વિસ્તારમાં વિકાસના કામો નહીં થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને અલગ અલગ જગ્યાએ લલિત વસોયાના ગુમ થયાના પોસ્ટર્સ(Mising Poster) લગાવ્યા છે..જેમાં લખાણ લખવામાં આવ્યા છે.રામપરાની પ્રજા ત્રસ્ત. લલિત વસોયા ફરવામાં વ્યસ્ત..લોકોનો આક્ષેપ છે કે, રામપરા વિસ્તારમાં આજ દિવસ સુધી રોડ રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ સુધીની કોઈ સુવિધા મળી નથી.
રામપરા વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે, ચૂંટણી સમયે લલિત વસોયાએ અહીં વિકાસની મોટી મોટી વાતો કરી હતી.પરંતુ ચૂંટણી બાદ આજ દિવસ સુધી તેઓ દેખાયા નથી. સ્થાનિકોએ એમપણ કહ્યું, પ્રાથમિક સુવિધાને લઈને અનેક વખત રજૂઆત કરી હતી..પરંતુ લલિત વસોયા અને પાલિકાના સત્તાધીશો તરફથી કોઈ ઉકેલ આવ્યો નહી.આ પોસ્ટરબાજીથી ધોરાજીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા હંમેશા ખેડૂતો અને લોકોના પ્રશ્નોને લઇને સજાગ રહે છે. તેમજ તે અંગે વારંવાર સરકાર અને લાગતા વળગતા અધિકારીઓને પણ રજૂઆત કરતા હોય છે. જેમાં ચોમાસામાં ખેડૂતોના પાકનું ધોવાણ હોય અને વળતર માંગણીની વાત હોય કે ટેકાના ભાવે પાક ખરીદવા માં ખેડૂતોને પડતી અગવડતાને ઉજાગર કરવાની વાત હોય તે હંમેશા રજૂઆતો કરતાં હોય છે. તેવા સમયે તેમની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા પોસ્ટર વોરથી આશ્ચર્ય ચોક્કસ થાય.
આ પણ વાંચો : સુરતના લીંબાયત વિસ્તારમાં 2 કલાક બાદ ગુમ બાળકી મળી આવી, પોલીસની તાત્કાલિક કાર્યવાહી
આ પણ વાંચો : Dahod: LCBએ રૂપિયા 51 લાખથી વધુના અફીણના ડોડા સાથે એક શખ્સની અટકાયત કરી