મુખ્યમંત્રી બદલાતા રાજકોટમાં વિકાસ કાર્યો અટક્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ

| Edited By: | Updated on: Dec 11, 2021 | 11:01 PM

રાજકોટ શહેરમાં 6 બ્રીજની કામગીરી ધીમી ગતીએ ચાલે છે.. મનપા પાસે નાણા ન હોવાને કારણે કામો અટક્યા હોવાનો આરોપ વશરામ સાગઠિયાએ લગાવ્યો છે

રાજકોટમાં(Rajkot)વિકાસના કામો(Development Work) અટક્યા હોવાનો આરોપ પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ(Vasram Sagathiya)લગાવ્યો છે. જેમાં વશરામ સાગઠિયાનો આરોપ છે કે મુખ્યમંત્રી બદલાયા ત્યારથી રાજકોટનો વિકાસ અટક્યો છે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણીમ ગ્રાન્ટ મળતી નથી. તેમજ કોર્પોરેટર પોતાના વિસ્તારના કામો કરી શકતા નથી..

રાજકોટ શહેરમાં 6 બ્રિજની કામગીરી ધીમી ગતીએ ચાલે છે.. મનપા પાસે નાણા ન હોવાને કારણે કામો અટક્યા હોવાનો આરોપ વશરામ સાગઠિયાએ લગાવ્યો છે.. ત્યારે શાસક પક્ષના નેતા વિનુ ધવાએ કહ્યું છે કે વશરામ ભાઇના તમામ આરોપો ખોટા છે. કોર્પોરેટ તેમની ગ્રાન્ટમાંથી કામ કરી રહ્યાં છે.. જ્યારે બ્રિજ નિર્માણ કામગીરીને લઇને હાલમાં જ ગ્રાન્ટ મળી છે અને બ્રિજની પણ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : સાવધાની : કચ્છના વર્લ્ડ હેરીટેઝ ધોળાવીરા ખાતે પ્રથમવાર મોકડ્રીલ યોજાઇ

આ પણ વાંચો : ગીર સોમનાથના સુત્રાપાડામાં કૂવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યૂ કરાયું

Published on: Dec 11, 2021 11:00 PM