Rajkot : ક્રાઇમ બ્રાન્ચમાં બદલીઓનો દોર શરૂ, 16 પોલીસ કર્મીઓની બદલી કરાઇ

રાજકોટ( Rajkot) ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. જેમાં પુષ્પરાજસિંહ અને ભગિરથસિંહને એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. તેમજ જયેશ નિમાવતને થોરાળા પોલીસ મથકમાં બદલી કરાઇ છે. જ્યારે ચેતનસિંહ વનરાજસિંહ, સિધ્ધરાજસિંહને કુવાડવા પોલીસ મથક બદલી કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 5:54 PM

રાજકોટ(Rajkot) પોલીસ પર કમિશન કાંડના આક્ષેપો અને સાયલામાં દારૂની હેરાફેરીના કેસ બાદ પોલીસ તંત્રમાં મોટા ફેરફારની શરૂઆત થઈ છે. જેમાં રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચમાં(Crime Branch) બદલીઓનો(Transfer) દોર શરૂ થયો છે. તેમજ 16 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓની શરૂઆત ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. જેમાં પુષ્પરાજસિંહ અને ભગિરથસિંહને એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. તેમજ જયેશ નિમાવતને થોરાળા પોલીસ મથકમાં બદલી કરાઇ છે. જ્યારે ચેતનસિંહ વનરાજસિંહ, સિધ્ધરાજસિંહને કુવાડવા પોલીસ મથક બદલી કરાઇ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પોલીસ તંત્રમાં વધુ ફેરફારો થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાયલા અપહરણકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે.. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના મહિલા PSI અને 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ક્રાઈમ બ્રાન્ચે ચારેય પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. આજે તમામને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે. સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાય તેવી શક્યતા છે. પાંચ પોલીસકર્મીઓએ જેમણે રૂપિયા કમાવવા તોડકાંડને અંજામ આપવાનો પ્રયાસ કર્યો અને આખે આખી દારૂ ભરેલી ટ્રકનું બુટલેગર સાથે અપહરણ કર્યું. જોકે પોલીસ કર્મીઓનો કારસો સફળ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની એન્ટ્રી થઇ અને સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો :  Surat : આગામી 30 એપ્રિલના રોજ 5, 10 અને 21 કિલોમીટરની નાઇટ મેરોથોન દોડનું આયોજન

આ પણ વાંચો : અમદાવાદમાં AMCના ડમ્પરે માસૂમનો લીધો જીવ, બાળકની લાશને પોટલામાં ભરવી પડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">