રાજકોટ (Rajkot)ના જામનગર રોડ પાસે આવેલા સરકારી આવાસમાં સિલિન્ડર થયેલા બ્લાસ્ટ (Gas Cylinder Blast)માં એક મહિલાનું મોત (Women Dead) થયું છે. 5 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે આ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગંભીર રીતે દાઝેલા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટના જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ આવેલી એક સોસાયટીમાં 5 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે દિનેશ પરમાર નામના વ્યક્તિના ઘરે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગેસનો બોટલ બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી હતી. ધડાકાભેર અવાજ થતા આસપાસના રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને 108ની મદદથી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ઘરના 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં દિનેશભાઈના પત્ની મધુબેન પરમારની હાલત અત્યંત ગંભીર હતી. સારવાર દરમિયાન મધુબેન પરમારનું મોત થયું છે. મધુબેનને બચાવવા જતા તેમના પતિ પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમની હાલમાં સારવાર ચાલી રહી છે.
સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઈ ગયો હતો. બાજુમાં આવેલા મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. આ બનાવે આસપાસના લોકોમાં ચકચાર જગાવી મૂકી હતી. દિનેશભાઈના પત્નીનું ઘટનામાં મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
આ પણ વાંચો- Gandhinagar: PMJAY-મા યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને દાવા-ચૂકવણીમાં ગુજરાત દેશમાં પ્રથમ
આ પણ વાંચો- અમદાવાદીઓને મળ્યુ નવુ નજરાણુ, હવે સાયન્સ સિટીમાં પણ હેલિકોપ્ટર જોયરાઈડ સેવા શરૂ