Gujarati Video : મોંઘવારીને લઈને રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, કલેક્ટર કચેરીએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

| Edited By: | Updated on: Jul 05, 2023 | 4:16 PM

મહિલા કોંગ્રેસ દ્વારા વધતા જતા ટામેટા, મરચા અને ફ્લાવર સહિતના શાકભાજીના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને કઠોળમાં ભાવ વધારાનો પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

Rajkot : રાજકોટમાં મોંઘવારીને લઈને મહિલા કોંગ્રેસ (congress) દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. મહિલા કોંગ્રેસ દ્વારા વધતા જતા ટામેટા, મરચા અને ફ્લાવર સહિતના શાકભાજીના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને કઠોળમાં ભાવ વધારાનો પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ ટામેટા અને આદુ લઈને કોંગ્રેસની મહિલા કાર્યકરો અને આગેવાનોએ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- Gujarati Video : ભાવનગરમાં લાંચના કેસમાં RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયોની કરી અટકાયત

મહિલા કોંગ્રેસે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મોંઘવારીમાં પ્રજાનું જીવવું મુશ્કેલ બન્યુ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ભાવ ઘટાડો કરવાની સરકાર સમક્ષ માગ કરી હતી.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો