Rajkot : ધોરાજીમાં લોકદરબાર બાદ વ્યાજખોરો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, આઠ વ્યાજખોરોની ધરપકડ
ગુજરાતમા વ્યાજ ખોરો વિરુધ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત ધોરાજી પોલીસ પણ એક્શનમાં આવી છે. જેમાં ધોરાજીમા જિલ્લા પોલીસ વડાએ વ્યાજ ખોર વિરૂદ્ધ લોક દરબાર યોજયા બાદ ધોરાજી પોલીસ એક્શન આવી છે અને 8 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધોરાજીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ એકશનમાં આવી છે
ગુજરાતમા વ્યાજ ખોરો વિરુધ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત ધોરાજી પોલીસ પણ એક્શનમાં આવી છે. જેમાં ધોરાજીમા જિલ્લા પોલીસ વડાએ વ્યાજ ખોર વિરૂદ્ધ લોક દરબાર યોજયા બાદ ધોરાજી પોલીસ એક્શન આવી છે અને 8 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધોરાજીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ એકશનમાં આવી છે. જેમાં ગઈ કાલે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડ દ્વારા યોજાયેલ લોક દરબાર બાદ એસ. પી. જયપાલસિંહ રાઠોડે વ્યાજના કારોબાર સાથે સંકળાયેલ લોકો સામે કડક કાર્યવાહી આદેશ આપ્યા હતા
જેમાં માત્ર 24 કલાકમા ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર અનિરુદ્ધસિંહ ગોહિલની સૂચનાથી ધોરાજી પોલીસે વ્યાજના વ્યવસાય સાથે સંકળાયેલ 8 જેટલા લોકોને ઝડપી પડ્યા છે અને તમામ વિરૂદ્ધ ગેર કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ધોરાજીમાં વ્યાજનું કારોબાર કરનાર વિરૂદ્ધ લોકો ફરિયાદ કરે
ધોરાજીમાં વ્યાજ ખોરો બેફામ બન્યા છે ત્યારે આવા લોકો પર ધોરાજી પોલીસ એ લાલ આંખ કરી છે ધોરાજીના પી આઈ અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવેલ હતું કે ધોરાજીમાં કોઈ પણ વ્યક્તિ વ્યાજ ના ચક્ર માં ફસાયેલ હોય તો ધોરાજી પોલીસ સ્ટેશનમાં 24 કલાક ફરિયાદ કરી શકે છે અને વ્યાજના વ્યવસાય કરનાર પર ધોરાજી પોલીસ કોઈની શરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરશે.
(With Input, Hussain Kureshi, Dhoraji )