Video : જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મ દિનની ઉજવણી સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મદિવસની ઉજવણીની સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.તેમણે આંગણવાડીના 251 જેટલા કૂપોષિત બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી છે. તેમણે આ બાળકોને કુપોષિતથી સુપોષિત કરવાની નેમ લીધી.
જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મદિવસની ઉજવણીની સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.તેમણે આંગણવાડીના 251 જેટલા કૂપોષિત બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી છે. તેમણે આ બાળકોને કુપોષિતથી સુપોષિત કરવાની નેમ લીધી.બાળકોની સારવાર અને જરૂરી દવા સહીતની વ્યવસ્થાનો ખર્ચ ધારાસભ્ય જાતે ઉપાડશે.દિવ્યેશ અકબરીએ પોતાના જન્મદિન નિમિતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યુ.
આ ઉપરાંત, આજે ઉત્તરાયણના મહાપર્વમાં પતંગરસિકો મનમુકીને પતંગઉત્સવની મજા માણી રહ્યા છે..લોકો પરીવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે..જામનગરમાં અભિનેત્રી રિવા રાચ્છએ પરિવાર સાથે પતંગ પર્વનો આનંદ માણ્યો..રિવાની ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ હિટ સાબીત થઈ છે.તેણે ફિલ્મના અનુભવો વિશે પણ વાત કરી હતી
કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા.એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા. તો બીજી તરફ કાઈપો છે. લપેટ લપેટ ની બૂમો સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા.