Rajkot: ગોકુલનગર આવાસ યોજના મુદ્દે પૂર્વ કોર્પોરેટરના પરિવારજનો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ, મકાન પણ ખાલી કરાવાયા

|

Apr 30, 2022 | 6:05 PM

રાજકોટના (Rajkot) ગોકુલનગર આવાસ યોજનામાં રહી રહીને તંત્ર જાગ્યું છે અને કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. પોતાની મનમાની અને ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો બનાવેલા નેતાઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટમાં (Rajkot) ગોકુલનગર આવાસ યોજના મુદ્દે રહી રહીને તંત્ર જાગ્યું છે અને પોતાની મનમાની કરતાં નેતાઓ સામે કાર્યવાહી કરી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આ આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે ભાડે મકાન આપવાના કેસમાં પૂર્વ કોર્પોરેટર ગેલા રબારીના (Former Corporator Gela Rabari) પરિવાર સામે ફરિયાદ નોંધવામાં આવી. સાથે જ મકાન પણ ખાલી કરાવાયું છે.

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં રહી રહીને તંત્ર જાગ્યું છે અને કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. પોતાની મનમાની અને ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો બનાવેલા નેતાઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે ભાડે મકાન આપવાના કેસમાં પૂર્વ કોર્પોરેટર ગેલા રબારીના પરિવાર સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ આવાસના તાળાં તોડીને તે ભાડે આપવાના ગુનામાં હંસા કાળોતરા,સપના કારેઠા અને તથા બેચર હરણે નામના વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મકાન ખાલી કરાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે રાજકોટના ગોકુલનગર આવાસ યોજનામાં મકાનો ખંઢેર હાલતમાં થઇ ગયા હોવા છતા પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની સાંઠગાઠને કારણે લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા ન હતા અને પૂર્વ કોર્પોરેટર ગેલા રબારી અને રાણા નામથી ઓળખાતો એક શખ્સ આ આવાસને ભાડે આપી દેતા હતા અને ત્યાં ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો બનાવી દેતા હતા. જે અંગે ફરિયાદ મળતા રહી રહીને તંત્ર જાગ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Surat: આપના કોર્પોરેટરો દ્વારા મસ્કતિ હોસ્પિટલમાં અવ્યવસ્થાનો આક્ષેપ, લેબોરેટરીમાં જ ઠેર-ઠેર પોપડા ખરી રહ્યા હોવાના દ્રશ્યો

આ પણ વાંચો :  Jamnagarમાં યોજાશે કથાકાર રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ, ઐતિહાસિક પોથીયાત્રામાં નાસિકના ઢોલ અને સીદી બાદશાહ ટીમ શોભાયાત્રાનો હિસ્સો બનશે

Next Video