Rajkot: બાબા બાગેશ્વર વિરૂદ્ધ પોલીસ કમિશનરને કરી અરજી, વશીકરણ કરી રૂપિયા લીધા હોવાનો લગાવ્યો આરોપ, જુઓ Video

|

Jun 02, 2023 | 10:55 PM

રાજકોટમાં બાબા બાગેશ્વર વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી છે. બાબા બાગેશ્વરે વશીકરણ કરી રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.

Rajkot: બાબા બાગેશ્વરનો રાજકોટનો દરબાર વિવાદમાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવાયો છે. બાબા બાગેશ્વર સામે પોલીસ કમિશનરને એક શખ્સે અરજી કરી છે. હેમલ વિઠલાણી બાબા બાગેશ્વરે (Baba Bageshwar) વશીકરણ કરીને 13 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવ્યો છે. હેમલ વિઠલાણીએ આ અંગેની અરજી પોલીસ કમિશનરને કરી છે. બાબાએ વસીકરણ કરીને ખિસ્સુ ખાલી કરાવ્યાનો અરજીમાં ઉલ્લેખ છે. અરજદારને કાર્યક્રમ પૂર્ણ થયા પછી રૂપિયા પરત મળવાની આશા હતી. જો કે રૂપિયા પરત ન મળતા પોલીસ કમિશનરને અરજી કરી છે.

આ પણ વાંચો : ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video

હેમલ વિઠ્ઠલાણીએ આક્ષેપ કર્યો કે મારી માતાના આંખના ઓપરેશન માટે રાખેલા 13 હજાર રૂપિયા બાબાએ વશીકરણ કરીને લઈ લીધા. આ રૂપિયા કાર્યક્રમ પત્યા પછી પરત મળવાની આશા હતી. પરંતુ રૂપિયા પરત આપવાનો આયોજકોએ ઈનકાર કર્યો. જો કે દિવ્ય દરબારના આયોજક આ આરોપોને બાબાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવે છે. આયોજક સંત ભક્તિ સ્વામીએ કહ્યું છે કે સનાતન ધર્મની વાત કરતા બાબાને બદનામ કરવા માટે અરજી થઈ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video