રાજકોટઃ SOG પોલીસે ચડ્ડી બનિયાનધારી ગેંગને ઝડપવા કર્યું ફાયરિંગ, ઝપાઝપીમાં એક પોલીસકર્મી ઘાયલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 8:46 AM

રાજકોટ શહેરની (rajkot news) ચિત્રકૂટ સોસાયટીમાં ધાડ પાડવાના ઈરાદે હથિયાર સાથે ગેંગ ત્રાટકી હતી. જે દરમિાયન SOG પોલીસ અને ચડ્ડી બનિયાનધારી ગેંગ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

Rajkot : રાજકોટમાં SOG પોલીસ અને ચડ્ડી બનિયાનધારી ગેંગ વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચડ્ડી બનિયાનધારી ગેંગે હુમલો કરતા પોલીસે (Rajkot Police) બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં (Firing) ગેંગના એક સભ્યને કમરના ભાગે ગોળી વાગી હતી, જ્યારે ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. હાલ પોલીસે ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 સભ્યોને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (Gun) સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.

ધાડ પાડવાના ઈરાદે હથિયાર સાથે ગેંગ ત્રાટકી હતી

તમને જણાવી દઈએ કે, શહેરની (rajkot news) ચિત્રકૂટ સોસાયટીમાં ધાડ પાડવાના ઈરાદે હથિયાર સાથે ગેંગ ત્રાટકી હતી. જે દરમિાયન SOG પોલીસ અને ચડ્ડી બનિયાનધારી ગેંગ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

ડ્રગ્સના કાળા કારોબાર વિરૂદ્ધ SOG ની લાલ આંખ

ડ્રગ્સના (Drugs) કાળા કારોબાર વિરૂદ્ધ ફરી એકવાર ઓપરેશન પાર પડાયું છે. જામનગરના (jamnagar) બેડ઼ી વિસ્તારમાં દ્વારકા SOGએ બાતમીના આધારે સર્ચ ઓપરેશન  હાથ ધર્યું. SOGના સર્ચ ઓપરેશમાં મોટી સફળતા મળી અને 60 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપીનું નામ છે બિલાલ અબ્દુલ દલ બિલાલ. હાલ SOGએ આરોપી પાસેથી 60 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, મળી આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં (international Market) આશરે 6 લાખ જેટલી કિંમત છે. હાલ દ્વારકા SOGએ જામનગર SOGને આરોપીનો કબજો સોંપ્યો છે. સાથે જ પોલીસે (Jamnagar police) એ દિશામાં તપાસ શરૂ કરી છે કે તેના તાર ક્યાં સુધી જોડાયેલા છે.

g clip-path="url(#clip0_868_265)">