Rajkot : સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા, જુઓ બસના ડેશબોર્ડનો Video

Rajkot : સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા, જુઓ બસના ડેશબોર્ડનો Video

| Edited By: | Updated on: Apr 17, 2025 | 11:31 AM

રાજકોટમાં ઈન્દિરા સર્કલ નજીક અકસ્માત બાદ પથ્થરમારાના મામલામાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિટી બસ પર પથ્થરમારો કરનારા ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસ મથકે અજાણ્યા 15 થી 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટમાં ઈન્દિરા સર્કલ નજીક અકસ્માત બાદ પથ્થરમારાના મામલામાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિટી બસ પર પથ્થરમારો કરનારા ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસ મથકે અજાણ્યા 15 થી 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. બસમાં તોડફોડ, ફરજમાં રુકાવટ, ચાલકને માર મારવા સહિતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, મારામારી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માતની સંપૂર્ણ ઘટનાના ડેશબોર્ડ વીડિયો સામે આવ્યા છે. આ  વીડિયોમાં દેખાતા 3 શંકાસ્પદોને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે બુધવારે સિટી બસે વાહનોને ટક્કર મારતા 4 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો. સિટી બસના ચાલક શિશુપાલસિંહને માર મારતા તબિયત નાજુક છે.

શું હતી સમગ્ર ઘટના

બુધવારે એટલે ગઈકાલે રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે સિગ્નલ ખુલતા બસ ચાલકે જોવા વિના બસ હંકારતા 5 લોકોને અડફેટે લીધા હતા. જેના પગલે 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 2 લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ ટોળાએ પોલીસને ઘેરી લેતા પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો