Rajkot Breaking News : રાજકોટમાં ધોળા દિવસે ક્રાઇમ! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ, જુઓ CCTV Video
રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખ રૂપિયાની લૂંટથી ચકચાર મચી. ભાવનગર રોડ પરની પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં લૂંટનો બનાવ બન્યો છે. બે શખ્સોએ બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો છે.
રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખ રૂપિયાની લૂંટથી ચકચાર મચી. ભાવનગર રોડ પરની પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં લૂંટનો બનાવ બન્યો છે. બે શખ્સોએ બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો છે. આંગડિયું કરવાના બહાને ઓફિસમાં બે લૂંટારુઓ પ્રવેશ્યા હતા. આંગડિયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી લૂંટ કરી છે. CCTVમાં લૂંટના LIVE દ્રશ્યો કેદ થયા છે. DCP, ACP, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. લૂંટારૂઓને ઝડપી પાડવા શહેર તેમજ આસપાસના જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.
ઘટનાનો વિરોધ કરવાનો પ્રયાસ કરતા બંદૂક બતાવી
DCPના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટના સવારે 10:00 વાગ્યાથી 10:30 વાગ્યાની વચ્ચે બની છે. આરોપીઓ આંગડિયા પેઢીના કર્મચારી પાસે પહોંચ્યા હતા અને ₹2.50 લાખનું આંગડિયા કરાવવાનું હોવાનું કહીને વાતચીત શરૂ કરી હતી. કર્મચારી આંગડિયાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં જ ઉભા રહ્યા અને તક મળતાં ₹19 લાખની લૂંટ કરી લીધી. કર્મચારીના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે આ ઘટનાનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લૂંટારુઓએ તેમને બંદૂક બતાવી હતી.
હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપીઓની ઓળખ કરી શકાય અને સમગ્ર ઘટનાના વધુ પુરાવા મેળવી શકાય.