Rajkot Breaking News: કાર અને બોલેરો વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં બે પિતરાઇ ભાઇઓના કમકમાટીભર્યા મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત!

| Edited By: | Updated on: May 23, 2026 | 10:25 PM

ગોખલાણા ગામ નજીક બનેલી આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે આટકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા ગોખલાણા ગામ નજીક એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક કાર અને બોલેરો જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતક બંને યુવકો સગા પિતરાઇ ભાઇઓ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે અન્ય ત્રણ લોકોને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આટકોટની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માતા-પિતા બંને IAS હોય તો બાળકોને અનામત કેમ? સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ઓબીસી ‘ક્રીમી લેયર’ અંગે દેશભરમાં છેડાઈ મોટી ચર્ચા

Follow Us