Rajkot : રાજકોટમાં વોકળાનો સ્લેબ તૂટવાની (Slab collapse) ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ભારે મશીનરી મુકવાને પગલે સ્લેબ તૂટ્યો હોવાનું અનુમાન છે. દુકાનદારે લાદી કામ કરવા માટે સ્લેબ પર ભારે મશીનરી મુકી હતી.ભારે મશીનરીના મુકવાને પગલે સ્લેબને નુકસાન થયાનો અંદાજ છે. છેલ્લા બે દિવસથી વોકળા પર મશીનરી દ્વારા કામ ચાલતું હતું. જોકે તંત્રની તપાસમાં જ સ્લેબ ધરાશાયી થવાનું સાચુ કારણ સામે આવી શકે છે.’
આ સ્લેબ 30 વર્ષથી પણ વધુ જુનો હતો અને ગઇકાલે તે અચાનક જ ધરાશાયી થઇ ગયો હતો.સ્લેબ પડવા પાછળનું કારણ શું છે તે મામસે સવાલ ઉઠી રહ્યા હતા.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે કોમ્પલેક્સમાં દુકાન ધરાવતા દુકાનદાર દ્વારા હેવી મશીનરીનો ઉપયોગ કરીને સ્લેબની લાદી બદલાવા માટેનું કામ થઇ રહ્યુ હતુ.આ હેવી મશીનરીના ઉપયોગના કારણે સ્લેબને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ હોવાનું લાગી રહ્યુ છે.
આ સ્લેબને હેવી મશીનરીનો ઉપયોગ કર્યા બાદ છેલ્લા બે દિવસથી ભારે નુકસાન પહોંચ્યુ હોવાની માહિતી છે. આ કારણોસર જ સમગ્ર સ્લેબ તૂટી પડ્યો હોવાનું સામે આવ્યુ છે.આ મામલામાં તપાસ થાય તો હજુ મોટો ખુલાસો થઇ શકે છે.છેલ્લા 30 વર્ષથી વધારે સમયથી વોકળા ઉપર બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી હતી.ત્યારે અચાનક જ આ બિલ્ડિંગ કઇ રીતે ધરાશાયી તે એક મોટો સવાલ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો