AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Video: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘ મહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં હર્ષની હેલી

Rain Video: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘ મહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં હર્ષની હેલી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 10:30 PM
Share

Rain Updates: રાજ્યમાં વરસાદી મહેર યથાવત છે. સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો. રાજકોટ શહેરમાં દિવસભર વરસાદી ઝાપટા રહ્યો તો અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ઉપરાંત રાજકોટના ઉપલેટા અને ધોરાજીમાં મેઘમહેર થઈ. જૂનાગઢ શહેર અને માણાવદરમાં થઈ મેઘમહેર. ઉપરાંત યાત્રાધામ ડાકોરમા વરસ્યો વરસાદ

Rain Updates: રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી કલાકોમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. તેવી હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. આ સીઝનમાં 100 ટકા કરતા વધુ વરસાદ થઇ ગયો છે. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે મેઘરાજા અંતિમ રાઉન્ડમાં આક્રમક મુડમાં છે.

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને પગલે રાજ્યના અનેક પંથકમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ બોટાદ, જૂનાગઢ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: મિસ્ટર નટવરલાલની જેમ લોકોને લગાડ્યો ચૂનો, એકના ડબલ કરવાની લાલચ આપી લોકોના લાખો રૂપિયા પડાવ્યા

આજે ક્યા ક્યા જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી, બોટાદ અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">