
રાજકોટમાં મવડી સ્થિત એનિમલ હોસ્ટેલની દયનિય સ્થિતિ સામે આવી છે. મવડી વિસ્તારમાં આવેલ આ ઢોરવાડામાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે અને એવામાં ગાયોને રાખવામાં આવી છે. આ ગંદકીમાં રહેવાને કારણે ગાયોના મોત થતા હોવાનો માલધારી સમાજનો આક્ષેપ છે. વરસાદ અને કિચડથી માલધારીઓ પરેશાન છે. આ તરફ કોંગ્રેસે પણ સત્તાપક્ષની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
ઢોરવાડામાં જ્યાં જુઓ ત્યાં કિચડ છે અને કિચડમાં ગાયો મરી રહી છે. આ અંગે કોર્પોરેશનને વખતોવખત રજૂઆત કરાઈ હોવા છતા કોર્પોરેશન ધ્યાન ન દેતુ હોવાનો પણ આક્ષેપ છે. થોડા દિવસ પહેલા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેખિતમાં અરજી આપી હતી, જેમા પણ માત્ર વાયદા આપવામાં આવે છે. કામગીરી થતી નથી. અવારનવાર રજૂઆત કરવા છતા એકપણ અધિકારી ડોકાયા સુદ્ધા નથી.
Rajkot Animal Hostel Crisis: Mud and Rain Kill Cows, Maldharis Blame RMC | TV9Gujarati#RajkotAnimalHostel #MavdiHostel #CattleDeaths #MaldhariCommunity #Monsoon2025 #Gujarat #TV9Gujarati pic.twitter.com/rMYMbnyPsA
— Tv9 Gujarati (@tv9gujarati) July 7, 2025
કોંગ્રેસના નેતા રાજદીસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજકોટ મનપા દ્વારા બનાવવામાં આવેલી એનિમલ હોસ્ટેલમાં ગાયમાતા ગંદકીમાં સડી રહી છે. છતા માલધારીઓ પાસેથી રજિસ્ટ્રેશનના 1200 રૂપિયા વસુલવામાં આવે છે. આ હોસ્ટેલમાં ગાયોની દેખરેખ રાખવી અને સમયાંતરે ઓડિટ કરવુ એ મનપાની જવાબદારી પણ છે અને ફરજ છે એ સત્તાધિશોએ ભૂલવુ ન જોઈએ.
Published On - 8:54 pm, Mon, 7 July 25