ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત સરકાર દ્વારા આજ રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા વિવિધ સ્થળોએ લેવા જઈ રહી છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ આજે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા માટે સ્પેશયલ ટ્રેન મુકવામાં આવી છે. જેમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે એક ટ્રેન મુકાઈ હતી. જ્યારે આ ટ્રેન બપોરે 3 કલાકે પરત ફરશે. પરીક્ષાને લઈ એસટી વિભાગ દ્વારા પણ 250થી વધારે બસ મુકવામાં આવશે.
અમદાવાદ-પાલનપુર પરીક્ષા વિશેષ 09 એપ્રિલ 2023ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને 19.00 કલાકે પાલનપુર પહોંચશે. રૂટમાં આ ટ્રેન સાબરમતી, કલોલ, આંબલિયાસણ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશનો પર ઉભી રહેશે.
અમદાવાદ-વલસાડ પરીક્ષા વિશેષ 09 એપ્રિલ 2023ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને 21.15 કલાકે વલસાડ પહોંચશે. રૂટમાં આ ટ્રેન મણિનગર, વટવા, બારેઝડી, મહેમદાવાદ ખેદર, નડિયાદ, આણંદ, વડોદરા, મિયાગામ કરજણ, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, કીમ અને સુરત સ્ટેશનો પર ઉભી રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…