Rajkot : જેતપુરના પીપળીયા ગામે કૂવામાંથી દીપડાનું કરાયુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ Video

|

Jul 26, 2023 | 7:24 AM

રાજકોટના જેતપુરના પીપળીયા ગામમાં કૂવામાં ખાબકેલા દીપડાનું દીલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પીપળીયા ગામમાં પાણીના ઉંડા કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગને ટીમે રેસ્ક્યૂ કરી બચાવી લીધો છે.

Rajkot : રાજકોટના જેતપુરના પીપળીયા ગામમાં કૂવામાં ખાબકેલા દીપડાનું દીલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પીપળીયા ગામમાં પાણીના ઉંડા કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગની ટીમે રેસ્ક્યૂ કરી બચાવી લીધો છે. પીપળીયા ગામની વાડી વિસ્તારમાં આવેલા એક કુવામાં દીપડો ખાબક્યો હતો.

આ પણ વાંચો : Rajkot: ભેળસેળ યૂક્ત બાયોડિઝલના ગોરખધંધામાં ઉચ્ચ અધિકારીના ખાસ સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ? SMCએ સ્ફોટક રિપોર્ટ કર્યો તૈયાર

શિકારની શોધમાં નીકળેલો દીપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યો હતો. જેની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કુવામાંથી સહિસલામત રીતે દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. હાલ દીપડાને વન વિભાગની ટીમે મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. તો છેલ્લા 3 વર્ષમાં દીપડાના રેસ્ક્યુ થયા હોય તેમજ જે જગ્યાએ દિપડાએ મારણ કર્યું હોય તેવા વિસ્તારોમાંથી 4 તાલુકામાં કુલ 70 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં ઉમરપાડામાં 21, મહુવામાં 6, માંગરોલમાં 11 અને માંડવીમાં 32 પોઇન્ટ બનાવી માચડા બનાવવામાં આવ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video