Surat: રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા સામે CBIએ નોંધી ફરિયાદ, BOB સાથે 76 કરોડ રુપિયાની લોનના પૈસાની ઉચાપત કરતા કાર્યવાહી

|

Jan 02, 2023 | 12:13 PM

Surat News: રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા સામે દિલ્લી CBIએ ફરિયાદ નોંધી છે. બેંક ઓફ બરોડા સાથે રૂપિયા 76 કરોડની ઠગાઈ કરતા CBIએ કાર્યવાહી કરી છે.

સુરત શહેરના જાણીતા બિલ્ડર સંજય મોવલિયા સામે કરોડો રુપિયાની ઉચાપત કરવા મામલે CBIને ફરિયાદ મળી છે. સંજય મોવલિયા સહિત 3 વ્યક્તિ સામે બેંક સાથે 76.03 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરવાની ફરીયાદ દાખલ થઇ છે. સીબીઆઈ દ્વારા ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુંસાર 26 ડિસેમ્બર 2022ના રોજ બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદી દ્વારા સીબીઆઈને આ ફરિયાદ કરવામાં આવી હતી.

રાજહંસ બિઝનેસ હબ માટે BOB પાસેથી લોન લીધી હતી

રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા સામે દિલ્લી CBIએ ફરિયાદ નોંધી છે. બેંક ઓફ બરોડા સાથે રૂપિયા 76 કરોડની ઠગાઈ કરતા CBIએ કાર્યવાહી કરી છે. સંજય મોવલિયા અને અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે. લોનના પૈસાની ઉચાપત કરાતા સંજય મોવલિયા, મનોજ, મિતેશ, સોહિલ સહિતનાઓ સામે ગુનો નોંધાયો. રાજહંસ બિઝનેસ માટે સંજય મોવલિયાએ બેંક ઓફ બરોડા પાસેથી લોન લીધી હતી. આ લોનના પૈસાની ઉચાપત કરતા CBI હવે સરફેસી એક્ટ હેઠળ રાજહંસ ગ્રુપના માલિક સામે કાર્યવાહી કરશે. લોન ખાતું 11 જાન્યુઆરી 2020માં એનપીએ જાહેર કર્યું હતું.

ખોટા ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ રજૂ કરાયા

બેંક ઓફ બરોડા દ્વારા 76 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપતના મામલાની જાણ થતા જ ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ ફર્મના ભાગીદારોએ ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ ખોટા બતાવ્યા હતા અને ચોપડામાં પણ કેટલાક સુધારા કર્યા હતા. આ ઉપરાંત એકાઉન્ટીંગ પ્રોસેસને પણ સંપૂર્ણ રીતે અનુસરવામાં આવી ન હતી.

Next Video