AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan Hospital Fire : રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ 9 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણ પણે કાબૂમાં, આગના CCTV આવ્યા સામે, જુઓ Video

Rajasthan Hospital Fire : રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ 9 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણ પણે કાબૂમાં, આગના CCTV આવ્યા સામે, જુઓ Video

Darshal Raval
| Edited By: | Updated on: Jul 30, 2023 | 2:05 PM
Share

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આજે વહેલી સવારે 3.45 વાગ્યે લાગી હતી. લગભગ ઘટનાના 9 કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો છે.

Rajasthan Hospital Fire : આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ ( Fire ) લાગી હતી. જેને 30 થી વધારે ફાયર બ્રિગેડની ગાડી દ્વારા ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી છે.

આગ વહેલી સવારે 3.45 વાગ્યે લાગી હતી. લગભગ ઘટનાના 9 કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો છે.  જો કે આગ પર કાબૂ મેળવ્યો હોવા છતા ફાયર બ્રિગેડે 3 ગાડી અને ટીમ હોસ્પિટલ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બીજા માળના બેઝમેન્ટમાં સૌથી નીચેના કાર પાર્કિંગ બેઝમેન્ટમાં ખૂણામાં આગ લાગી હતી.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ, દર્દીઓને ખસેડવામાં આવ્યા આ હોસ્પિટલમાં, જુઓ Video

બેઝમેન્ટના ખૂણામાં રહેલા લાકડા, ડનલોપ સહિતના ફર્નિચરના સામાનમાં આગ લાગી હતી. આગના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે આવ્યા છે. કાર પાર્કિગમાં લગભગ કાર પાર્કિંગ 15 જેટલી કાર પાર્ક હતી. જ્યારે ઉપરના બેઝમેન્ટમાં 100 જેટલા ટુ વ્હીલર પાર્ક હતા. ફાયર બ્રિગેડના 30 થી વધારે વાહનો, 125 જેટલા કર્મચારીઓએ ચક્રવાત મશીન, રોબોની મદદ થી અને પાણી નો મારો ચલાવીને આંગ પર કાબુ મેળવ્યો છે. લાખો લીટર પાણીનો મારો ચલાવી અને બંધ વેન્ટીલેશનને ખોલીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">