બનાસકાંઠામાં રાજસ્થાનની 007 ગેંગ ઘાતક હથિયારો સાથે ફરીવાર ત્રાટકી, 4 લોકોને ઈજા પહોંચાડી

| Edited By: | Updated on: Nov 14, 2023 | 8:09 PM

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર 007 ગેંગે ફરી એકવાર આતંક મચાવ્યો છે. રાજસ્થાનની આ ગેંગે ફરી એકવાર ગુજરાતની હદમાં આવીને આતંક મચાવવાની ઘટના સામે આવી છે. ઘાતક હથિયારો સાથે ધસી આવતી આ ગેંગ અગાઉ પણ કેટલીક વાર હુમલા કરી ચુકી છે અને ફરી એરવાર હુમલો કરતા 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. અમીરગઢ પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી છે.

રાજસ્થાનની ગેંગ ફરી એકવાર ગુજરાતની હદમાં આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. રાજસ્થાનની 007 ગેંગે અમીરગઢ વિસ્તારમાં હુમલો કર્યો છે. અમીરગઢ વિસ્તારમાં 4 લોકોને ઈજાઓ પહોંચાડી છે. ઘાતક હથિયારો સાથે 007 ગેંગ સજીને આવીને હુમલો કરતી હોય છે. હાલમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન આંતર રાજ્ય સરહદો પર ચૂસ્ત બંદોબસ્ત હોવા છતાં હથિયાર ધારી ગેંગે ગુજરાતની હદમાં હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીનો સાદોલિયા બ્રિજ હિંડોળા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો! તોળાઈ રહ્યુ છે જોખમ

અગાઉ પણ ગુજરાતની હદમાં 007 ગેંગ દ્વારા હુમલોએ હુમલા કર્યા હતા અને ફરી એકવાર હુમલો કર્યો છે. રાજસ્થાનથી બાઈકો લઈને આવતી આ ગેંગ હુમલા કરીને પરત રાજસ્થાન ફરી જતી હોય છે. તહેવારો ટાણે જ તે લોકોને ઈજાઓ પહોંચાડે છે. આ ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચાડી હતી અને 1 વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય ત્રણ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમીરગઢ પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 14, 2023 08:08 PM