Rain News : ધોધમાર વરસાદ ખાબકતા સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા, દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા – જુઓ Video

|

Jul 04, 2024 | 12:44 PM

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દાંતાની સરકારી હોસ્પિટલમાં તમામ રૂમોમાં પાણી ભરાયા છે. સરકારી હોસ્પિટલમાંથી તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આખા હોસ્પિટલમાં પાણી ભરાતા તમામ સ્ટાફને બહાર રહેવા મજબૂર બન્યા છે.

સરકારી હોસ્પટિલમાં પાણી ભરાતા દાંતા ગામના લોકો મદદમાં જોડાયા છે. હોસ્પિટલના અંદર સુધી પાણી આવતા દર્દીઓ અને સ્ટાફને ભારે મુશ્કેલી થઈ રહી છે. જો કે કોઈ પણ દર્દી કે સ્ટાફ બેસી શકે તેવી સ્થિતિ પણ ન હોવાનું સામે આવ્યું છે.

પાલનપુર – અંબાજી હાઈવે પર ભરાયા પાણી

પાલનપુરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. પાલનપુર – અંબાજી હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વીરપુર પાટિયા નજીક પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. બીજી તરફ ભારે વરસાદના પગલે દાંતામાં પણ અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.

( વીથઈનપુટ – અતુલ ત્રીવેદી ) 

Next Video