Gujarati News : ખેડા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ, ગળતેશ્વરના સેવાલીયામાં પાણી ભરાયા
Kheda News : ગળતેશ્વરમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થયો. ગળતેશ્વરના સેવાલીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પાક નુકસાનીને લઈ ચિંતા વ્યાપી છે.
ગુજરાતમાં માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે. અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કહેર વર્તાઇ રહ્યો છે. આ તરફ ખેડા (kheda) જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ગળતેશ્વરમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થયો. ગળતેશ્વરના સેવાલીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પાક નુકસાનીને લઈ ચિંતા વ્યાપી છે. ખાસ કરીને અહીં બાજરી, ઘઉં, તમાકુ, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે.
આ પણ વાંચો-Gujarati Video : રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં આજે માવઠાનું સંકટ યથાવત રહેશે. આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આજનો દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…