Gujarati Video : માવઠાની આગાહી વચ્ચે વરસ્યો કમોસમી વરસાદ,અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ

|

Mar 16, 2023 | 3:56 PM

weather news : અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધારીના ગોવિંદપુર, સરસીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધારીના ગોવિંદપુર, સરસીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો આ તરફ ગઇકાલે મોડી રાત્રે સુરતના માંગરોળમાં પણ વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.

મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો પાટણ, મહેસાણા, તાપી, ડાંગ, નવસારીમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે. જ્યારે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે

તો અમદાવાદમાં આજે પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.

Next Video