વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી લોકો પરેશાન, જુઓ વીડિયો

|

Jun 20, 2024 | 9:42 AM

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. વલસાડ શહેરમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં એક કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા .

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. વલસાડ શહેરમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં એક કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા .

વલસાડ શહેરના એમ.જી.રોડ,ખત્રીવાડ,છીપવાડ, દાણાબજાર ,છીપવાડ અંડર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નગરપાલિકા દ્વારા કરાયેલી લાખો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાને કારણે ભરાયા પાણી હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.

ગોરવાળા ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ આવતા વીજ પોલ ધરાશાઈ થયો હતો. વીજ પોલ ધરાશાઈ થતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ પણ બંધ થયો હતો.

વલસાડ જિલ્લાના કપરાડામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. કપરાડામાં એક ઇંચ વરસાદ ખાબખ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાં ઉકળાટ બાદ સારો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે.

 

Input Credit : Akshay kadam – Valsad

આ પણ વાંચો : વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video