Rajkot Rain : ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન – જુઓ Video

|

Jun 30, 2024 | 12:35 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘ રાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘ રાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીના સુપેડી, નાની વાવડી, મોટી વાવડી, તોરણીયા,જાડિયા, હડમતિયા, મોટી મારડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘ મહેર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરુચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 31 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. આજે છેલ્લા 2 કલાકમાં વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરભરમાં પાણી પાણી થઈ ગયુ છે. 2 કલાકમાં ધોધમાર વરસાદથી વાપી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video