Gujarati Video : રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદથી પાણીની આવક, આજી 2 ડેમના 4 દરવાજા ખોલ્યા

|

Jun 26, 2023 | 10:04 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે.

Rajkot : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. રાડકોટના માધાપર ગામમાં આવેલા આજી 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rajkot: પતિના ત્રાસથી પરિણીતાએ વીડિયો બનાવી ઝેરી દવા પી કર્યો આપઘાત, સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ

બીજી તરફ પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ હતી. તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. જેના પગલે આજે વડોદરા,છોટાઉદેપુર વલસાડ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમ જ હજી પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:54 am, Mon, 26 June 23

Next Video