Rain Video: દાહોદમાં પાનમ નદીમાં ફસાયેલા લોકોનુ SDRFએ કર્યુ રેસક્યુ, બચાવવા ગયેલ પાલિકાની ટીમ પણ ફસાઈ

Rain Video: દાહોદમાં પાનમ નદીમાં ફસાયેલા લોકોનુ SDRFએ કર્યુ રેસક્યુ, બચાવવા ગયેલ પાલિકાની ટીમ પણ ફસાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 9:47 PM

Dahod: દાહોદમાં પાનમ નદીમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે. NDRFની ટીમ દ્વારા ગત રાત્રિથી રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. ઉચવાણીના ત્રણ લોકો રાત્રિથી ફસાયા હતા. SDRFની ટીમે બોટ દ્વારા ત્રણ લોકોનું રેસક્યુ કર્યુ હતુ. આ રેસક્યુ કામગીરી દરમિયાન ફસાયેલા લોકોને બચાવવા જતા પાલિકા રેસક્યુ ટીમના 3 લોકો પણ ફસાયા હતા.

Dahod: દાહોદમાં શનિવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દાહોદમાં પાનમ નદીમાં ત્રણ લોકો ફસાયા હતા. SDRFની ટીમે બોટ દ્વારા ત્રણ લોકોનું રેસક્યુ કર્યુ હતુ. આ દરમિયાન ફસાયેલા લોકોને બચાવવા જતા પાલિકાની રેસક્યુ ટીમના ત્રણ લોકો પણ ફસાયા હતા.

આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસે સોમનાથ મંદિરે ધ્વજાપૂજા, મહાપૂજા, આયુષ્ય જાપનું આયોજન

આ તરફ સુખસર નદીમાં ઈનોવા કાર તણાઈ હતી. ફાયર વિભાગે તમામ લોકોનું રેસક્યુ કર્યુ હતુ. કાર નદીના પાણીમાં ગરકાવ થઈ હતી. લખણપુરના પરિવારના ફસાયેલા 5 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. ફાયર વિભાગ સહિત SDM, મામલતદા અને પોલીસે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દાહોદમાં ગરબાડામાં નીચાણવાળા વિસ્તારો જળ બંબાકાર થયા છે. ફળિયા વિસ્તારની દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">