Junagadh Rain: ભવનાથ વિસ્તારમાં મેઘતાંડવ, કેટલાક રાહદારીઓ તણાવા લાગતા લોકોએ બચાવ્યા, જુઓ Video
જૂનાગઢમાં મૂશળધાર અતિભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. વિઝિબિલિટી ઘટી અનેક વાહનો ફસાયા છે. ચારેય તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યા હતા. ઘોડાપૂર જેવી સ્થિતિ સમગ્ર જૂનાગઢમાં સર્જાઈ છે.
Monsoon 2023 : જૂનાગઢમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ફક્ત બે કલાકમાં જ જૂનાગઢ ફેરવાયું દરિયામાં. જૂનાગઢ શહેરના રસ્તા પર નદીઓ વહી રહી છે અને આખુ શહેર જાણે દરિયો બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ.
ધસમસતા પાણીના પ્રવાહે જૂનાગઢવાસીઓને ધ્રુજાવી દીધા છે. મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. પાણીના પ્રવાહમાં અનેક કાર-બાઈક, કેબીનો રેકડીઓ તણાઈ ગઈ. લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘરના ધાબા પર ચડી ગયા. સાંબેલાધાર વરસાદના પગલે જૂનાગઢની જનતા એક જ પ્રાથના કરી રહી છે કે ‘હવે મેઘતાંડવ બંધ થાય તો સારૂ’.
જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ખતરનાક રીતે ઘમરોળ્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જમીન ત્યાં જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતાર પર્વત ઉપર સાંબેલાધાર વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વાહનો તણાઇ ગયા છે. મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. એક નજરે જૂનાગઢમાં ભયંકર પૂર આવ્યું છે. અનેક ફોરવ્હીલ ગાડીઓ તણખલાની જેમ તણાઇ ગઈ છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં આભ ફાટ્યું, ભવનાથ અને કાળવા ચોક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જુઓ Video
જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનું મેઘતાંડવ જોવા મળશે. કુદરતના કહેર સામે હાલ જૂનાગઢવાસીઓ લાચાર બની ગયા છે. બધુ જ નજર સામે બરબાદ થતું જોવા મજબૂર બન્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે. સમગ્ર જૂનાગઢમાં હાલ જળ હોનારત થઈ હોય તેવું જોવા મળ્યું છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો