Rain Video: જન્માષ્ટમી પર્વે રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી, 50 તાલુકામાં અડધાથી 4 ઈંચ વરસાદ ખાબક્યો
Rain Updates: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જન્માષ્ટમી પર્વે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. રાજ્યના 50 તાલુકાઓમાં અડધાથી 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ જમાવટ કરતા અમી વર્ષા કરી છે. જ્યારે રાજ્યના 20 તાલુકાઓમાં અડધાથી સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
Rain Updates: કૃષ્ણ જન્મોત્વ પર્વે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યમાં અનેક તાલુકાઓમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યના 20 તાલુકામાં અડધાથી સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકાઓમાં 1 ઈંચથી સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના કઠલાલમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગના વઘઈ અને આહવામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સિઝનનો કુલ 82.84 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો કુલ 136.69 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ 110.12 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.
Published on: Sep 07, 2023 09:20 PM
Latest Videos