Rain Video: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, 16 થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પડશે મધ્યમ વરસાદ

|

Sep 14, 2023 | 5:23 PM

Rain Updates: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહે શે. વરસાદને લઈને હવામાન વિભાદે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની વકી હવામાન વિભાગે દર્શાવી છે. બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Rain Updates: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યમાં 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે. બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમથી વરસાદ પડશે.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હાલ સુધી રાજ્યમાં 98 ટકા વરસદ નોંધાયો. તો હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમને લઇને વરસાદી માહોલ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ. બાકીના દિવસમાં હળવાથી સમાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 6 સપ્ટેબરે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી,  દમણ, દાદરા નગર હવેલીમાં  ભારે વરસાદ પડવાની વકી છે.

આ પણ વાંચો: Railway News : રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા રેલવે સંબંધિત મુદ્દા પર થઇ ચર્ચા

17 સપ્ટેમ્બર આણંદ,  પંચમહાલ, દાહોદ, વડોદરા, ભાવનગર, અમરેલી,  તાપીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 17 સપ્ટેબરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. 18 સપ્ટેમ્બરે ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચમાં 18 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં અતિભારે વરસાદ, આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ,  અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video