Rain Video: નર્મદા ડેમ છલોછલ થતા 23 દરવાજા ખોલી છોડાયું પાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અદ્દભૂત નજારો
Narmada: નર્મદામાં વરસાદી માહોલ અને ઝરમર વહેતા પાણી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્દભૂત નજારો સામે આવ્યો છે. પાણીના પ્રવાહો વચ્ચે ઉંચે ઉભી સરદારની પ્રતિમાનો અદ્દભૂત નજારો જોવા મળ્યો. આ તરફ સરદાર સરોવર ડેમ ઓવરફ્લ થતા ડેમના 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. બીજી તરફ નાંદોદ અને વસંતપુરા ગામ ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાયા છે. જ્યારે માંગરોળ ગામ સંપર્કવિહોણું બન્યુ છે.
Narmada: આ વર્ષે નર્મદામાં પ્રથમવાર નર્મદા ડેમ ભરાઈ જતા ડેમના 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ તરફ નર્મદા નદીમાં જળસપાટી વધતા વિયર કોઝવે ઓવરફ્લો થયો છે. ફ નર્મદાના ઝરમર વહેતા પાણી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અદભૂત નજારો જોવા મળ્યો. પાણીના પ્રવાહો વચ્ચે ઊંચે ઉભી સરદાર પટેલની પ્રતિમા અદભૂત દેખાતી હતી. બીજીતરફ નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પાણી ભરાઈ ગયા હતા.
ચારે બાજુ પાણી ભરાઈ જવાના કારણે માંગરોળ ગામ સંપર્કવિહોણું બન્યું તો માંગરોળમાં જ 60થી 70 જેટલા વિદ્યાર્થી પાણીમાં ફસાયા હતા. જેમની બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમ કામે લાગી હતી.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos