Rain Video: નર્મદામાં વસંતપુરા ગામે હોસ્પિટલ અને આશ્રમમાં ફસાયેલા લોકોનું કરાયુ રેસક્યુ, 18 કલાક સુધી અગાસી પર રહ્યા લોકો
Narmada: નર્મદામાં વસંતપુરા ગામે હોસ્પિટલ અને આશ્રમમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. 18 કલાકથી આ લોકો અગાશી પર ફસાયેલા હતા. જલારામ હોસ્પિટલ અને આનંદ આશ્રમમાં 38 જેટલા લોકો ફસાયા હતા. જ્યારે ગભાણા ગામે બિલ્ડિંગમાં ફસાયેલા 70 જેટલા મજૂરો અને ગામલોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. NDRFએ તમામ લોકોનું રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે.
Narmada: નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ધોધમાર વરસાદને પગલે જિલ્લાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાયા હોવાની ઘટના પણ સામે આવી છે. જો કે તંત્ર ખડેપગે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલુ છે. SDRF અને NDRFની ટીમો લોકોનું રેસક્યુ કરી રહી છે.
નર્મદામાં વસંતપુરા ગામે હોસ્પિટલ અને આશ્રમમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરાયુ છે. જલારામ હોસ્પિટલ અને આનંદ આશ્રમમાં 38 જેટલા લોકો ફસાયા હતા. 18 કલાકથી આ લોકો અગાસી પર ફસાયેલા હતા. જ્યારે ગભાણા ગામે બિલ્ડિંગમાં ફસાયેલા 70 જેટલા મજૂરો અને ગામલોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. NDRF એ તમામ લોકોનું રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Rain Video: દાહોદમાં પાનમ નદીમાં ફસાયેલા લોકોનુ SDRFએ કર્યુ રેસક્યુ, બચાવવા ગયેલ પાલિકાની ટીમ પણ ફસાઈ
જિલ્લામાં સારો વરસાદ થતા નર્મદા ડેમ પાણી-પાણી થયો છે. આ વર્ષે પ્રથમવાર નર્મદા ડેમ ભરાતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ તરફ નર્મદા નદીમાં જળસપાટી વધતા વિયર કોઝવે ઓવરફ્લો થયો. આ તરફ નર્મદાના ઝરમર વહેતા પાણી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અદભૂત નજારો જોવા મળ્યો. પાણીના પ્રવાહો વચ્ચે ઊંચે ઉભી સરદાર પટેલની પ્રતિમા અદભૂત દેખાતી હતી. બીજીતરફ નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ચારે બાજુ પાણી ભરાઈ જવાના કારણે માંગરોળ ગામ સંપર્કવિહોણું બન્યું. માંગરોળમાં જ 60થી 70 જેટલા વિદ્યાર્થી પાણીમાં ફસાયા હતા. જેમની બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમ કામે લાગી હતી.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો