Rain Video: બાબરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, તોફાની પવન સાથે વરસાદનું આગમન
Amreli: અમરેલીના બાબરામાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. તોફાની પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી અને જોતજોતામાં પાણી પાણી કરી દીધુ હતુ.
Amreli: બાબરામાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. દરેડ, ખાખરિયા અને માધુપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તેમજ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. વરસાદના કારણે રોડ-રસ્તા અને બજારોમાં પાણી ફરી વળ્યા છે. જેથી રસ્તા પર અવરજવર ઓછી થઈ ગઈ છે.
આ પણ વાંચો : Amreli Rain Video : સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ, નેવડી નદીમાં પૂરની સ્થિતિ
વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જિલ્લાના અનેક તાલુકાના જળાશયો છલોછલ થયો છે. જેમાં રાજુલાનો ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થયો છે. આ તરફ જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે અને બે કાંઠે વહી રહી છે. જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે અને વાવણીની તૈયારીઓ શરૂ કરી છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો